સ્વાધ્યાય: વર્તુળ
Solutions for GSEB Class 9 ganit Chapter vartul Exercises.
Q-1. સ્વાધ્યાય 9.1
1. યાદ કરો કે જો બે વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય, તો તે બે વર્તુળો સમાન છે. સાબિત કરો કે એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ તેમનાં કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે.
અહી, $$O$$ કેન્દ્ર વાળા વર્તુળમાં $$AB$$ અને $$CD$$ બે જીવાઓ જે કેન્દ્ર આગળ $$\angle AOB$$ અને $$\angle COD$$ બનાવે છે. હવે, $$\Delta AOB$$ અને $$\Delta COD$$ માં, (1) $$AO = CO$$ (એક જ વર્તુળની ત્રિજ્યા) (2) $$BO = DO$$ (એક જ વર્તુળની ત્રિજ્યા) (3) $$AB = CD$$ (સમાન જીવાઓ આપેલ છે) આમ, બાબાબા શરત મુજબ $$\Delta AOB ≅ \Delta COD$$ $$\therefore \angle AOB = \angle COD$$
2. સાબિત કરો કે એકરૂપ વર્તુળોની જીવાઓ તેમનાં કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે, તો તે જીવાઓ સમાન છે.
અહી, $$O$$ કેન્દ્ર વાળા વર્તુળમાં $$AB$$ અને $$CD$$ બે જીવાઓ જે કેન્દ્ર આગળ $$\angle AOB$$ અને $$\angle COD$$ બનાવે છે. $$\angle AOB = \angle COD$$ -----(1) હવે, $$\Delta AOB$$ અને $$\Delta COD$$ માં, (1) $$AO = CO$$ (એક જ વર્તુળની ત્રિજ્યા) (2) $$BO = DO$$ (એક જ વર્તુળની ત્રિજ્યા) (3) $$\angle AOB = \angle COD$$ ((1) પરથી) આમ, બાખુબા શરત મુજબ $$\Delta AOB ≅ \Delta COD$$ $$\therefore AB = CD$$
Q-2. સ્વાધ્યાય 9.2
1. 1. 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળાં બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી છે. સામાન્ય જીવાની લંબાઈ શોધો.
$$5$$ સેમી અને $$3$$ સેમી ત્રિજ્યાવાળાં બે વર્તુળો બે બિંદુમાં છેદે છે તેમને અનુક્રમે $$M$$ અને $$N$$ નામ આપો. $$OO'$$ અને $$MN$$ જયા છેદે ત્યાં $$L$$ નામ આપો. ધારો કે $$LO' = x$$ તેથી $$OL = 4 - x$$ થશે. તથા અહી $$ML = LN$$ થશે. અહી, $$\Delta OML$$ માટે, $$\therefore OM^2 = ML^2 + OL^2$$ $$\therefore 5^2 = ML^2 + (4 - x)^2$$ $$\therefore 25 = ML^2 + 16 - 8x + x^2$$ $$\therefore ML^2 = 9 + 8x - x^2$$ -----(1) તથા $$\Delta MLO'$$ માટે, $$\therefore O'M^2 = ML^2 + O'L^2$$ $$\therefore 3^2 = ML^2 + x^2$$ $$\therefore 9 = ML^2 + x^2$$ $$\therefore ML^2 = 9 - x^2$$ -----(2) હવે, (1) અને (2) પરથી, $$\therefore 9 + 8x - x^2 = 9 - x^2$$ $$\therefore 8x = 0$$ $$\therefore x = 0$$ $$\therefore ML = 3 = LN$$ અહી, $$MN$$ એ સામાન્ય જીવા છે. $$\therefore MN = ML + NL = 3 + 3 = 6$$ સેમી
2. જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે, તો એક જીવાના કપાતા ભાગ અને તેને કપાતા બીજી જીવાના ભાગ સમાન છે. તેમ સાબિત કરો.
$$O$$ કેન્દ્ર વાળા વર્તુળમાં જીવા $$AB$$ અને $$CD$$ પરસ્પર $$M$$ બિંદુમાં છેદે છે.
$$OP ⊥ AB$$ અને $$OQ ⊥ CD$$ દોરો.
$$AB = CD$$ (પ્રશ્નમા આપેલ છે.)
$$OP = OQ $$ (વર્તુળની સમાન જીવાઓ કેન્દ્રથી સમાન અંતરે હોય છે)
હવે કાટકોણ $$\Delta OPM$$ અને કાટકોણ $$\Delta OQM$$ માં,
$$OP = OQ$$ (ઉપર મુજબ)
$$OM = OM$$ (સામાન્ય બાજુ)
આમ, કાકબા શરત અનુસાર $$\Delta OPM ≅ \Delta OQM$$ થશે.
$$\therefore PM = QM$$ થશે. $$\therefore \frac{1}{2}AM = \frac{1}{2}DM$$ $$\therefore AM = DM$$ -----(1) $$\therefore AB = CD$$ $$\therefore AB - AM = CD – DM$$ $$\therefore BM = CM$$ એટલે કે $$CM = BM$$ -----(2) (1) અને (2) પરથી, $$AM = DM$$ અને $$CM = BM$$ થશે. આમ, જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે, તો એક જીવાના કપાતા ભાગ અને તેને કપાતા બીજી જીવાના ભાગ સમાન છે.
$$\therefore PM = QM$$ થશે. $$\therefore \frac{1}{2}AM = \frac{1}{2}DM$$ $$\therefore AM = DM$$ -----(1) $$\therefore AB = CD$$ $$\therefore AB - AM = CD – DM$$ $$\therefore BM = CM$$ એટલે કે $$CM = BM$$ -----(2) (1) અને (2) પરથી, $$AM = DM$$ અને $$CM = BM$$ થશે. આમ, જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે, તો એક જીવાના કપાતા ભાગ અને તેને કપાતા બીજી જીવાના ભાગ સમાન છે.
3. જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે, તો સાબિત કરો કે છેદબિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે છે.
$$O$$ કેન્દ્ર વાળા વર્તુળની બે સમાન જીવાઓ $$AB$$ અને $$CD$$ છે. $$AB$$ અને $$CD$$ જીવાઓ પરસ્પર $$M$$ બિંદુમાં છેદે છે. હવે $$OM$$ જોડો. $$OP ⊥ AB$$ અને $$OQ ⊥ CD$$ દોરો. કાટકોણ $$\Delta OPM$$ અને કાટકોણ $$\Delta OQM$$ માં, $$\angle OPM = \angle OQM$$ (કાટખૂણા) $$OP = OQ $$(વર્તુળની સમાન જીવાઓ કેન્દ્રથી સમાન અંતરે હોય છે.) $$OM = OM$$ (સામાન્ય બાજુ ) આમ, બાખુબા શરત અનુસાર $$\Delta OPM ≅ \Delta OQM$$ થશે. $$\therefore \angle OMP = \angle OMQ$$ $$\therefore \angle OMA = \angle OMD$$
4. જો O કેન્દ્રવાળા બે સમકેન્દ્રી (concentric)વર્તુળો (સમાન કેન્દ્રવાળાં વર્તુળો) ને એક રેખા અનુક્રમે A, B, C અને Dમાં છેદે, તો સાબિત કરો કે AB = CD. (જુઓ આકૃતિ 9.12).
5. એક વિહારસ્થાનમાં 5 મી ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે ત્રણ છોકરીઓ રેશ્મા, સલમા અને મનદીપ ઊભાં છે. રેશ્મા દડાને સલમા તરફ ફેંકે છે. સલમા મનદીપ તરફ અને મનદીપ રેશ્મા તરફ દડો ફેંકે છે. જો રેશ્મા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું દરેક અંતર 6 મીટર હોય, તો રેશ્મા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે?
આકૃતિ પરથી $$AB = BC = 6$$ સેમી થશે તથા $$OA = 5$$ સેમી થશે. $$BM ⊥ AC$$ થાય તેવી રચના કરો. અહી $$AB = BC$$ હોવાથી $$ABC$$ એ સમબાજુ ત્રિકોણ થશે. $$M$$ એ $$AC$$ નું મધ્યબિંદુ છે. હવે ધારો કે $$AM = y$$ અને $$OM = x$$ છે. $$\therefore BM = 5-x$$ હવે, $$\Delta OAM$$ માટે પાયથાગોરસ મુજબ, $$\therefore OA^2 = OM^2 + AM^2$$ $$\therefore 5^2 = x^2 + y^2$$ ----- (1) તથા $$\Delta AMB$$ માટે પાયથાગોરસ મુજબ, $$\therefore AB^2 = BM^2 + AM^2$$ $$\therefore 6^2 = (5-x)^2 + y^2$$ ----- (2) (2) માંથી (1) બાદ કરતાં $$\therefore 36-25 = (5-x)^2 + y^2 - x^2 - y^2$$ $$\therefore 9 = 25 - 10x + x^2 + y^2 - x^2 - y^2$$ $$\therefore 14 = 10x $$ $$\therefore x = \frac{7}{5}$$ $$\therefore y^2 + \frac{49}{25} = 25$$ $$\therefore y^2 = 25 - \frac{49}{25}$$ $$\therefore y = \frac{24}{5}$$ આમ, $$AC = 2\times AM$$ $$\therefore AC = 2\times \frac{24}{5}$$ $$\therefore AC = 9.6$$ સેમી **આમ, રેશ્મા અને મનદીપ વચ્ચેનું અંતર 9.6 સેમી હશે.**
6. એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહારસ્થાન આવેલું છે. ત્રણ છોકરાઓ અંકુર, સૈયદ અને ડૅવિડ દરેકે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પ૨ સરખા અંતરે બેઠા છે. દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો.
આકૃતિ પ્રમાણે ત્રણ છોકરાઓ અંકુર, સૈયદ અને ડૅવિડ અનુક્રમે $$A, B$$ અને $$C$$ પર સમાન અંતરે બેઠા છે. આમ, અહી $$ABC$$ એ સમબાજુ ત્રિકોણ થશે. $$\therefore AB = BC = AC = a$$ ધારો $$AD ⊥ BC$$ થાય તે રીતે $$AD$$ ને વર્તુળના કેન્દ્ર $$O$$ માંથી પસાર કરો. $$\therefore OA = \frac{1}{3}AD$$ હવે $$\Delta ABC$$ માટે પાયથાગોરસનો પ્રમેય વાપરતા, $$\therefore AB^2 = BD^2 + AD^2$$ $$\therefore AD^2 = AB^2 - BD^2$$ $$\therefore AD^2 = a^2 - \left(\frac{a}{2}\right)^2$$ $$\therefore AD^2 = \frac{3a^2}{4}$$ $$\therefore AD = \frac{\sqrt{3}a}{2}$$ $$\therefore OA = \frac{2}{3}AD$$ $$\therefore 20 = \frac{2}{3} \times \frac{\sqrt{3}a}{2}$$ $$\therefore a = 20\sqrt{3}$$ મીટર આમ, દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ $$20\sqrt{3}$$ મીટર થશે.
Q-3. સ્વાધ્યાય 9.3
1. આકૃતિ 9.23 માં O કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ A, B અને C એવી રીતે આવેલાં છે કે જેથી ∠ BOC = 30° અને ∠ AOB = 60° થાય. જો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D હોય, તો ∠ ADC શોધો.
અહી, $$\angle AOC = \angle AOB + \angle BOC$$ $$\therefore \angle AOC = 60\degree + 30\degree $$ $$\therefore \angle AOC = 90°$$ વર્તુળના કોઈ બે બિંદુએ ચાપ દ્વારા બનતો ખુણો એ વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યા દ્વારા બનતા ખૂણાથી અડધો હોય છે. $$\therefore \angle ADC = \frac{1}{2} \angle AOC$$ $$\therefore \angle ADC = \frac{1}{2} \times 90\degree $$ $$\therefore \angle ADC = 45\degree $$
2. એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધો.
અહી આકૃતિ પરથી, $$AB = OA = OB =$$ વર્તુળની ત્રિજ્યા $$\therefore \angle AOB = 60\degree $$ $$\therefore \angle ACB = \frac{1}{2} \angle AOB $$ $$\therefore \angle ACB = \frac{1}{2} \angle 60\degree $$ $$\therefore \angle ACB = 30\degree $$ હવે, $$ACBD$$ એ ચક્રીય ચતુષ્કોણ છે. $$\therefore \angle ADB + \angle ACB = 180\degree $$ (ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક કોણ હોય) $$\therefore \angle ADB + 30\degree = 180\degree $$ $$\therefore \angle ADB = 150\degree $$ આમ, લઘુચાપ પર $$30\degree $$ અને ગુરુચાપ પર $$150\degree $$ ના ખૂણા બનાવે છે.
3. આકૃતિ 9.24 માં, ∠ PQR = 100°, જ્યાં P, Q અને R એ O કેન્દ્રવાળા વર્તુળ પરનાં બિંદુઓ છે. ∠ OPR શોધો.
અહી, $$\angle POR = 2 \times \angle PQR$$ $$\therefore \angle POR = 2 \times 100\degree = 200\degree $$ $$\therefore \angle POR = 360\degree - 200\degree = 160\degree $$ હવે, $$\Delta OPR$$ મા, $$OP = OR$$ (વર્તુળની ત્રિજ્યા) $$\therefore \angle OPR = \angle ORP$$ (સમાન બાજુની સામસામેની બાજુના ખૂણા સમાન હોય છે.) આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો $$180\degree $$ થાય છે. $$\therefore \angle POR + \angle OPR + \angle ORP = 180\degree $$ $$\therefore \angle OPR + \angle OPR = 180\degree - 160\degree $$ $$\therefore \angle OPR = 20\degree $$ $$\therefore \angle OPR = 10\degree $$
4. આકૃતિ 9.25 માં, ∠ ABC = 69°, ∠ ACB = 31°, છે, ∠ BDC શોધો.
5. આકૃતિ 9.26 માં, વર્તુળ પર ચાર બિંદુઓ A, B, C અને D આવેલાં છે. AC અને BD એ E બિંદુએ એવી રીતે છેદે છે કે જેથી ∠ BEC = 130° અને ∠ ECD = 20°, ∠ BAC શોધો.
6. ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો E બિંદુએ છેદે છે. જો ∠ DBC = 70°, ∠ BAC = 30°, તો $∠BCD શોધો અને જો AB = BC, તો ∠ECD શોધો.
અહી, $$\angle CBD = \angle CAD$$ (એક જ પાયા પર આવેલ બે ખૂણા)
$$\therefore \angle CAD = 70\degree$$ હવે, $$\therefore \angle BAD = \angle BAC + \angle CAD$$ $$\therefore \angle BAD = 30\degree + 70\degree$$ $$\therefore \angle BAD = 100\degree$$ વર્તુળની અંદર ચતુષ્કોણના સામસામેના ખૂણા નો સરવાળો હમેશા $$180\degree$$ જ હોય. $$\therefore \angle BCD + \angle BAD = 180\degree$$ $$\therefore \angle BCD + 100\degree = 180\degree$$ $$\therefore \angle BCD = 80\degree$$ હવે, $$\Delta ABC$$ માટે, AB = BC (પ્રશ્નમાં આપેલ છે.) $$\angle BCA = \angle CAB$$ (સમાન બાજુની સામસામેની બાજુ પણ સમાન હોય છે.) $$\therefore \angle BCA = 30\degree$$ તથા, $$\therefore \angle BCA + \angle ACD = 80\degree$$ $$\therefore 30\degree + \angle ACD = 80\degree$$ $$\therefore \angle ACD = 50\degree = \angle ECD$$ $$\therefore \angle ECD = 50\degree$$
$$\therefore \angle CAD = 70\degree$$ હવે, $$\therefore \angle BAD = \angle BAC + \angle CAD$$ $$\therefore \angle BAD = 30\degree + 70\degree$$ $$\therefore \angle BAD = 100\degree$$ વર્તુળની અંદર ચતુષ્કોણના સામસામેના ખૂણા નો સરવાળો હમેશા $$180\degree$$ જ હોય. $$\therefore \angle BCD + \angle BAD = 180\degree$$ $$\therefore \angle BCD + 100\degree = 180\degree$$ $$\therefore \angle BCD = 80\degree$$ હવે, $$\Delta ABC$$ માટે, AB = BC (પ્રશ્નમાં આપેલ છે.) $$\angle BCA = \angle CAB$$ (સમાન બાજુની સામસામેની બાજુ પણ સમાન હોય છે.) $$\therefore \angle BCA = 30\degree$$ તથા, $$\therefore \angle BCA + \angle ACD = 80\degree$$ $$\therefore 30\degree + \angle ACD = 80\degree$$ $$\therefore \angle ACD = 50\degree = \angle ECD$$ $$\therefore \angle ECD = 50\degree$$
7. જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણો એ ચતુષ્કોણનાં શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય, તો સાબિત કરો કે તે લંબચોરસ છે.
અહી, $$ABCD$$ એ ચક્રીય ચતુષ્કોણ છે. તથા $$AC$$ અને $$BD$$ એ વર્તુળના બે વ્યાસ થશે અને વર્તુળનું કેન્દ્ર $$O$$ છે. આપણે જાણીએ છીએ કે અર્ધવર્તુળના ખૂણાઓ સમાન હોય છે. $$\therefore \angle ABC = \angle BCD = \angle CDA = \angle DAB = 90\degree$$ આમ, તમામ ખૂણા $$90\degree$$ ના હોવાથી કહી શકાય કે ચક્રીય ચતુષ્કોણ $$ABCD$$ એ લંબચોરસ છે.
8. જો સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન હોય, તો સાબિત કરો કે તે ચક્રીય છે.
અહી $$ABCD$$ એ સમલંબ ચતુષ્કોણ છે તથા $$AM ⊥ CD$$ અને $$BN ⊥ CD$$ દોરો.
હવે, $$\Delta AMD$$ અને $$\Delta BNC$$ માટે,
(1) $$AD = BC$$ (પ્રશ્નમા આપેલ છે.) (2) $$\angle AMD = \angle BNC$$ (કાટખૂણા) (3) $$AM = BN$$ (સમાંતર રેખા) આમ, બાખુબા શરત અનુસાર $$\Delta AMD ≅ \Delta BNC$$ થશે. $$\therefore \angle ADC = \angle BCD$$ અહી, $$\angle BAD + \angle ADC = 180\degree$$ થશે. તથા $$\angle BAD + \angle BCD = 180\degree$$ થશે. આમ, જો સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન હોય, તો તે ચક્રીય છે.
(1) $$AD = BC$$ (પ્રશ્નમા આપેલ છે.) (2) $$\angle AMD = \angle BNC$$ (કાટખૂણા) (3) $$AM = BN$$ (સમાંતર રેખા) આમ, બાખુબા શરત અનુસાર $$\Delta AMD ≅ \Delta BNC$$ થશે. $$\therefore \angle ADC = \angle BCD$$ અહી, $$\angle BAD + \angle ADC = 180\degree$$ થશે. તથા $$\angle BAD + \angle BCD = 180\degree$$ થશે. આમ, જો સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન હોય, તો તે ચક્રીય છે.
9. બે વર્તુળો એકબીજાને બે બિંદુઓ B અને C માં છેદે છે. B માંથી પસાર થતા બે રેખાખંડ ABD અને PBQ વર્તુળોને અનુક્રમે A, D અને P, Q માં છેદે તે રીતે દોરેલા છે. (જુઓ આકૃતિ 9.27). સાબિત કરો કે ∠ ACP = ∠ QCD
જીવા $$AP$$ અને $$DQ$$ જોડો. $$\angle PBA = \angle ACP$$ ----- (1) (સમાન પાયા AP દ્વારા બનતા ખૂણા) $$\angle DBQ = \angle QCD$$ ----- (2) (સમાન પાયા DQ દ્વારા બનતા ખૂણા) બે રેખાખંડ $$ABD$$ અને $$PBQ$$ એ $$B$$ માંથી પસાર થાય છે. અહી, બિંદુ $$B$$ પરથી, $$\angle PBA = \angle DBQ$$ ----- (3) સમીકરણ (1),(2) અને (3) પરથી, $$\angle ACP = \angle QCD$$
10. જો ત્રિકોણની બે બાજુઓ વ્યાસ થાય તેવી રીતે વર્તુળો દોરેલાં હોય, તો સાબિત કરો કે આ વર્તુળોનું એક છેદબિંદુ, ત્રિકોણની ત્રીજી બાજુ પર આવેલું છે.
11. કર્ણ AC હોય તેવા બે કાટકોણ ત્રિકોણ ABC અને ADC છે. સાબિત કરો કે ∠ CAD = ∠ CBD.
12. સાબિત કરો કે ચક્રીય સમાંતરબાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે.
ધારો કે $$ABCD$$ એ ચક્રીય સમાંતરબાજુ ચતુષ્કોણ છે. $$\angle A + \angle C = 180\degree$$ -----(1) (ચક્રીય સમાંતરબાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા) આપણે જાણીએ છીએ કે ચક્રીય સમાંતરબાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે. $$\angle A = \angle C$$ અને $$\angle B = \angle D$$ (1) પરથી, $$\angle A + \angle A = 180\degree$$ $$2\angle A = 180\degree$$ $$\angle A = 90\degree$$ આમ, ચક્રીય સમાંતરબાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે.