સ્વાધ્યાય: ઘન અને ઘનમૂળ
Solutions for GSEB Class 8 ganit Chapter ghana ane ghanamul Exercises.
Q-1. સ્વાધ્યાય 6.1
1. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન નથી?
### (i) 216
આપણે જાણીએ છીએ કે 216 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$\therefore 216 = 2 \times 2 \times 2 \times 3 \times 3 \times 3$$
$$\therefore 216 = \underline {2 \times 2 \times 2} \times \underline {3 \times 3 \times 3} $$
તેથી 216 પૂર્ણઘન છે. કેમ કે અવયવ 2 અને 3 ત્રણ વાર આવે છે.
---
### (ii) 128
આપણે જાણીએ છીએ કે 128 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$\therefore 128 = 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2$$
$$\therefore 128 = \underline {2 \times 2 \times 2} \times \underline {2 \times 2 \times 2} \times2$$
તેથી 128 પૂર્ણઘન નથી. કેમ કે અવયવ 2 એ છ વાર આવે છે, પણ અંતે એક 2 એકલો રહી જાય છે.
---
### (iii) 1000
આપણે જાણીએ છીએ કે 1000 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$\therefore 1000 = 2 \times 2 \times 2 \times 5 \times 5 \times 5$$
$$\therefore 1000 = \underline {2 \times 2 \times 2} \times \underline {5 \times 5 \times 5} $$
તેથી 1000 પૂર્ણઘન છે. કેમ કે અવયવ 2 અને 5 ત્રણ વાર આવે છે.
---
### (iv) 100
આપણે જાણીએ છીએ કે 100 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$\therefore 100 = 2 \times 2 \times 5 \times 5$$
તેથી 100 પૂર્ણઘન નથી. કેમ કે અવયવ 2 અને 5 માત્ર બે વાર આવે છે.
---
### (v) 46656
આપણે જાણીએ છીએ કે 46656 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$\therefore 46656 = 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 3 \times 3 \times 3\times 3 \times 3 \times 3$$
$$\therefore 46656 = \underline {2 \times 2 \times 2} \times \underline {2 \times 2 \times 2} \times\underline {3 \times 3 \times 3} \times \underline {3 \times 3 \times 3} $$
તેથી 46656 પૂર્ણઘન છે. કેમ કે અવયવ 2 અને 3 છ વાર આવે છે.
2. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય.
### (i) 243
આપણે જાણીએ છીએ કે 243 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$\therefore 243 = 3 \times 3 \times 3\times 3 \times 3 $$
$$\therefore 243 = \underline {3 \times 3 \times 3} \times {3 \times 3} $$
અહીં અવિભાજ્ય અવયવ 3 એ ત્રણ વાર આવતો નથી. તેથી 243 એ પૂર્ણધન સંખ્યા નથી. તેને પૂર્ણઘન બનાવવા માટે હજુ એક વાર 3 જોઈએ. તેથી આ કિસ્સામાં $$243 \times 3 = 729$$ મળે, જે પૂર્ણઘન સંખ્યા છે.
તેથી 3 એ એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને 243 સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા 729 પૂર્ણઘન સંખ્યા મળે.
---
### (ii) 256
આપણે જાણીએ છીએ કે 256 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$\therefore 256 = 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2$$
$$\therefore 256 = \underline {2 \times 2 \times 2 } \times \underline {2 \times 2 \times 2 } \times 2 \times 2 $$
અહીં અવિભાજ્ય અવયવ 2 એ ત્રણ વાર આવતો નથી. તેથી 256 એ પૂર્ણધન સંખ્યા નથી. તેને પૂર્ણઘન બનાવવા માટે હજુ એક વાર 2 જોઈએ. તેથી આ કિસ્સામાં $$256 \times 2 = 512$$ મળે, જે પૂર્ણઘન સંખ્યા છે.
તેથી 2 એ એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને 256 સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા 512 પૂર્ણઘન સંખ્યા મળે.
---
### (iii) 72
આપણે જાણીએ છીએ કે 72 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$\therefore 72 = 2 \times 2 \times 2 \times 3 \times 3 $$
$$\therefore 72 = \underline {2 \times 2 \times 2} \times 3 \times 3 $$
અહીં અવિભાજ્ય અવયવ 3 એ ત્રણ વાર આવતો નથી. તેથી 72 એ પૂર્ણધન સંખ્યા નથી. તેને પૂર્ણઘન બનાવવા માટે હજુ એક વાર 3 જોઈએ. તેથી આ કિસ્સામાં $$72 \times 3 = 216$$ મળે, જે પૂર્ણઘન સંખ્યા છે.
તેથી 2 એ એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને 72 સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા 216 પૂર્ણઘન સંખ્યા મળે.
---
### (iv) 675
આપણે જાણીએ છીએ કે 675 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$\therefore 675 = 3 \times 3 \times 3 \times 5 \times 5 $$
$$\therefore 675 = \underline {3 \times 3 \times 3 } \times 5 \times 5 $$
અહીં અવિભાજ્ય અવયવ 5 એ ત્રણ વાર આવતો નથી. તેથી 675 એ પૂર્ણધન સંખ્યા નથી. તેને પૂર્ણઘન બનાવવા માટે હજુ એક વાર 5 જોઈએ. તેથી આ કિસ્સામાં $$675 \times 5 = 3375$$ મળે, જે પૂર્ણઘન સંખ્યા છે.
તેથી 5 એ એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને 675 સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા 3375 પૂર્ણઘન સંખ્યા મળે.
---
### (v) 100
આપણે જાણીએ છીએ કે 100 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$\therefore 100 = 2 \times 2 \times 5 \times 5$$
અહીં અવિભાજ્ય અવયવ 2 અને 5 એ ત્રણ વાર આવતા નથી. તેથી 100 એ પૂર્ણધન સંખ્યા નથી. તેને પૂર્ણઘન બનાવવા માટે હજુ એક વાર 2 અને 5 જોઈએ. તેથી આ કિસ્સામાં $$100 \times 2 \times 5 = 1000$$ મળે, જે પૂર્ણઘન સંખ્યા છે.
તેથી 10 એ એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને 100 સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા 1000 પૂર્ણઘન સંખ્યા મળે.
3. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય.
### (i) 81
આપણે જાણીએ છીએ કે 81 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore 81 = 3 \times 3 \times 3 \times 3 $$
$$\therefore 81 = \underline {3 \times 3 \times 3 } \times 3 $$
અહીં અવિભાજ્ય અવયવ 3 એ ત્રણ વાર આવતો નથી. તેથી 81 એ પૂર્ણધન સંખ્યા નથી. તેને પૂર્ણઘન બનાવવા માટે 81 ને 3 વડે ભાગવી જોઈએ. તેથી આ કિસ્સામાં $$\frac{81}{3} = 27$$ મળે, જે પૂર્ણઘન સંખ્યા છે.
આમ, 81 ને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 3 વડે ભાગતા આપણને પૂર્ણઘન સંખ્યા 27 મળે છે.
---
### (ii) 128
આપણે જાણીએ છીએ કે 128 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore 128 = 2 \times 2\times 2 \times 2 \times 2\times 2 \times 2 $$
$$\therefore 128 = \underline { 2\times 2 \times 2} \times \underline { 2\times 2 \times 2} \times2 $$
અહીં અવિભાજ્ય અવયવ 2 એ ત્રણ વાર આવતો નથી. તેથી 128 એ પૂર્ણધન સંખ્યા નથી. તેને પૂર્ણઘન બનાવવા માટે 128 ને 2 વડે ભાગવી જોઈએ. તેથી આ કિસ્સામાં $$\frac{128}{2} = 64$$ મળે, જે પૂર્ણઘન સંખ્યા છે.
આમ, 128 ને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 2 વડે ભાગતા આપણને પૂર્ણઘન સંખ્યા 64 મળે છે.
---
### (iii) 135
આપણે જાણીએ છીએ કે 81 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore 135 = 3 \times 3 \times 3 \times 5 $$
$$\therefore 135 = \underline {3 \times 3 \times 3 } \times 5 $$
અહીં અવિભાજ્ય અવયવ 5 એ ત્રણ વાર આવતો નથી. તેથી 135 એ પૂર્ણધન સંખ્યા નથી. તેને પૂર્ણઘન બનાવવા માટે 135 ને 5 વડે ભાગવી જોઈએ. તેથી આ કિસ્સામાં $$\frac{135}{5} = 27$$ મળે, જે પૂર્ણઘન સંખ્યા છે.
આમ, 135 ને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 5 વડે ભાગતા આપણને પૂર્ણઘન સંખ્યા 27 મળે છે.
---
### (iv) 192
આપણે જાણીએ છીએ કે 192 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore 192 = 2 \times 2\times 2 \times 2 \times 2\times 2 \times 3 $$
$$\therefore 192 = \underline { 2\times 2 \times 2} \times \underline { 2\times 2 \times 2} \times3 $$
અહીં અવિભાજ્ય અવયવ 3 એ ત્રણ વાર આવતો નથી. તેથી 192 એ પૂર્ણધન સંખ્યા નથી. તેને પૂર્ણઘન બનાવવા માટે 192 ને 3 વડે ભાગવી જોઈએ. તેથી આ કિસ્સામાં $$\frac{192}{3} = 64$$ મળે, જે પૂર્ણઘન સંખ્યા છે.
આમ, 192 ને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 3 વડે ભાગતા આપણને પૂર્ણઘન સંખ્યા 64 મળે છે.
---
### (v) 704
આપણે જાણીએ છીએ કે 704 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore 704 = 2 \times 2\times 2 \times 2 \times 2\times 2 \times 11 $$
$$\therefore 704 = \underline { 2\times 2 \times 2} \times \underline { 2\times 2 \times 2} \times11 $$
અહીં અવિભાજ્ય અવયવ 11 એ ત્રણ વાર આવતો નથી. તેથી 704 એ પૂર્ણધન સંખ્યા નથી. તેને પૂર્ણઘન બનાવવા માટે 704 ને 11 વડે ભાગવી જોઈએ. તેથી આ કિસ્સામાં $$\frac{704}{11} = 64$$ મળે, જે પૂર્ણઘન સંખ્યા છે.
આમ, 704 ને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 11 વડે ભાગતા આપણને પૂર્ણઘન સંખ્યા 64 મળે છે.
4. પરિક્ષિતે 5 સેમી, 2 સેમી, 5 સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણઘન હોય ?
અહી આપેલ લંબઘનની બાજુઓના માપ 5 સેમી, 2 સેમી અને 5 સેમી છે.
આથી, લંબઘનનું ઘનફળ = $$ 5 \times 2 \times 5 $$
અહી, 2, 5 અને 5 એ ઘનફળ માટે ત્રણનું જુથ બનાવતુ નથી. આથી 50 ને $$ 2 \times 2 \times 5 $$ વડે ગુણતા આપણનેં એક ઘન મળે છે.
આમ, અહી $$ 2 \times 2 \times 5 = 20 $$ લંબઘનની જરૂર પડે.
Q-2. સ્વાધ્યાય 6.2
1. નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો.
### (i) 64
આપણે જાણીએ છીએ કે 64 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore 64 = 2 \times 2\times 2 \times 2 \times 2\times 2 $$
$$\therefore 64 = \underline { 2\times 2 \times 2} \times \underline { 2\times 2 \times 2}$$
$$\therefore \sqrt[3]{64} = \sqrt[3]{ \underline { 2\times 2 \times 2} \times \underline { 2\times 2 \times 2}}$$
$$\therefore \sqrt[3]{64} = 2\times 2 $$
$$\therefore \sqrt[3]{64} = 4$$
આમ, 64 નું ઘનમૂળ 4 થશે.
---
### (ii) 512
આપણે જાણીએ છીએ કે 512 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore 512 = 2 \times 2\times 2 \times 2 \times 2\times 2\times 2\times 2 \times 2 $$
$$\therefore 512 = \underline { 2\times 2 \times 2} \times \underline { 2\times 2 \times 2}\times \underline { 2\times 2 \times 2}$$
$$\therefore \sqrt[3]{512} = \sqrt[3]{ \underline { 2\times 2 \times 2} \times \underline { 2\times 2 \times 2}\times \underline { 2\times 2 \times 2}}$$
$$\therefore \sqrt[3]{512} = 2\times 2\times 2 $$
$$\therefore \sqrt[3]{512} = 8$$
આમ, 512 નું ઘનમૂળ 8 થશે.
---
### (iii) 10648
આપણે જાણીએ છીએ કે 10648 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore 10648 = 2 \times 2\times 2 \times 11 \times 11\times11$$
$$\therefore 10648 = \underline { 2\times 2 \times 2} \times \underline {11 \times 11\times11} $$
$$\therefore \sqrt[3]{10648} = \sqrt[3]{\underline { 2\times 2 \times 2} \times \underline {11 \times 11\times11}}$$
$$\therefore \sqrt[3]{10648} = 2\times 11$$
$$\therefore \sqrt[3]{10648} = 22$$
આમ, 10648 નું ઘનમૂળ 22 થશે.
---
### (iv) 27000
આપણે જાણીએ છીએ કે 27000 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore 27000 = 2 \times 2\times 2 \times 3 \times 3\times 3\times 5\times 5 \times 5 $$
$$\therefore 27000 = \underline { 2\times 2 \times 2} \times \underline { 3 \times 3\times 3}\times \underline {5\times 5 \times 5}$$
$$\therefore \sqrt[3]{27000} = \sqrt[3]{ \underline { 2\times 2 \times 2} \times \underline {3 \times 3\times 3}\times \underline {5\times 5 \times 5}}$$
$$\therefore \sqrt[3]{27000} = 2\times 3\times 5 $$
$$\therefore \sqrt[3]{27000} = 30$$
આમ, 27000 નું ઘનમૂળ 30 થશે.
---
### (v) 15625
આપણે જાણીએ છીએ કે 15625 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore 15625 = 5\times 5 \times 5 \times 5 \times 5 \times 5$$
$$\therefore 15625 = \underline { 5\times 5 \times 5} \times \underline {5\times 5 \times 5}$$
$$\therefore \sqrt[3]{15625} = \sqrt[3]{ \underline { 5\times 5 \times 5} \times \underline {5\times 5 \times 5}}$$
$$\therefore \sqrt[3]{15625} = 5\times 5 $$
$$\therefore \sqrt[3]{15625} = 25$$
આમ, 15625 નું ઘનમૂળ 25 થશે.
---
### (vi) 13824
આપણે જાણીએ છીએ કે 13824 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore13824 = 2 \times 2\times 2 \times 2 \times 2\times 2\times 2\times 2 \times 2 \times 3 \times 3\times 3$$
$$\therefore 13824 = \underline { 2\times 2 \times 2} \times \underline { 2\times 2 \times 2}\times \underline { 2\times 2 \times 2} \times \underline { 3 \times 3\times 3}$$
$$\therefore \sqrt[3]{13824} = \sqrt[3]{ \underline { 2\times 2 \times 2} \times \underline { 2\times 2 \times 2}\times \underline { 2\times 2 \times 2}\times \underline { 3 \times 3\times 3}}$$
$$\therefore \sqrt[3]{13824} = 2\times 2\times 2\times 3$$
$$\therefore \sqrt[3]{13824} = 24$$
આમ, 13824નું ઘનમૂળ 24 થશે.
---
### (vii) 110592
આપણે જાણીએ છીએ કે 110592 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore110592 = 2 \times 2\times 2 \times 2\times 2\times 2 \times 2 \times 2\times 2\times 2\times 2 \times 2 \times 3 \times 3\times 3$$
$$\therefore 110592 = \underline { 2\times 2 \times 2} \times \underline { 2\times 2 \times 2}\times \underline { 2\times 2 \times 2}\times \underline { 2\times 2 \times 2} \times \underline { 3 \times 3\times 3}$$
$$\therefore \sqrt[3]{110592} = \sqrt[3]{ \underline { 2\times 2 \times 2} \times \underline { 2\times 2 \times 2}\times \underline { 2\times 2 \times 2}\times \underline { 2\times 2 \times 2}\times \underline { 3 \times 3\times 3}}$$
$$\therefore \sqrt[3]{110592} = 2\times 2\times 2\times 2\times 3$$
$$\therefore \sqrt[3]{110592} = 48$$
આમ, 110592નું ઘનમૂળ 48 થશે.
---
### (viii) 46656
આપણે જાણીએ છીએ કે 46656 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore46656 = 2\times 2\times 2 \times 2 \times 2\times 2\times 3 \times 3\times 3\times 3 \times 3\times 3$$
$$\therefore 46656 = \underline { 2\times 2 \times 2}\times \underline { 2\times 2 \times 2}\times \underline { 3 \times 3\times 3}\times \underline { 3 \times 3\times 3}$$
$$\therefore \sqrt[3]{46656} = \sqrt[3]{\underline { 2\times 2 \times 2}\times \underline { 2\times 2 \times 2}\times \underline { 3 \times 3\times 3}\times \underline { 3 \times 3\times 3}}$$
$$\therefore \sqrt[3]{46656} = 2\times 2\times 3\times 3$$
$$\therefore \sqrt[3]{46656} = 36$$
આમ, 46656નું ઘનમૂળ 36 થશે.
---
### (ix) 175616
આપણે જાણીએ છીએ કે 175616 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore175616 = 2\times 2\times 2 \times 2 \times 2\times 2\times 2\times 2 \times 2 \times 7 \times 7\times 7$$
$$\therefore 175616 = \times \underline { 2\times 2 \times 2}\times \underline { 2\times 2 \times 2}\times \underline { 2\times 2 \times 2} \times \underline {7 \times 7\times 7}$$
$$\therefore \sqrt[3]{175616} = \sqrt[3]{ \underline { 2\times 2 \times 2}\times \underline { 2\times 2 \times 2}\times \underline { 2\times 2 \times 2}\times \underline {7 \times 7\times 7}}$$
$$\therefore \sqrt[3]{175616} = 2\times 2\times 2\times 7$$
$$\therefore \sqrt[3]{175616} = 56$$
આમ, 175616 નું ઘનમૂળ 56 થશે.
---
### (x) 91125
આપણે જાણીએ છીએ કે 91125 ને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરતાં,
$$ \therefore 91125 = 3 \times 3\times 3 \times 3 \times 3\times 3\times 5\times 5 \times 5 $$
$$\therefore 91125 = \underline { 3 \times 3\times 3} \times \underline { 3 \times 3\times 3}\times \underline {5\times 5 \times 5}$$
$$\therefore \sqrt[3]{91125} = \sqrt[3]{ \underline { 3 \times 3\times 3}\times \underline {3 \times 3\times 3}\times \underline {5\times 5 \times 5}}$$
$$\therefore \sqrt[3]{91125} = 3\times 3\times 5 $$
$$\therefore \sqrt[3]{91125} = 45$$
આમ, 91125 નું ઘનમૂળ 45 થશે.
2. નીચેનાં વિધાન ખરાં છે કે ખોટાં તે કહો :
#### (i) કોઈપણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય.
→ ખોટું
#### (ii) પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય.
→ ખરું
#### (iii) જો કોઈ સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 5 આવે તો ઘન કરતાં મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 આવે.
→ ખોટું
#### (iv) એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય.
→ ખોટું
#### (v) બે અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા ત્રણ અંકોની પણ હોય.
→ ખોટું
#### (vi) બે અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં સાત કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે.
→ ખોટું
#### (vii) એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે.
→ ખરું